×

શાખાની કામગીરી

  • જી.પં. મોરબી હેઠળ હિસાબી અધિકારી વર્ગ-ર તથા આંતરિક અધિકારી વર્ગ-રની જગ્યાાઓ મંજુર થયેલ છે.
  • હિસાબી શાખા હેઠળ જીલ્લાથ પંચાયતની તમામ શાખાના બિલોના ચુકવણા જીલ્લાવ પંચાયતનું બજેટ તૈયાર કરવાનું તથા તાલુકા પંચાયતના મંજુર થયેલ બજેટ તાલુકા પંચાયત તરફથી અવલોકન અર્થે મળ્યે અવલોકન કરી બજેટમાં જરૂરી સુધારા સુચવવામાં આવે છે.
  • તાલુકા પંચાયતના માસિક/વાર્ષિક હિસાબો મળ્યેથી તે હિસાબો જીલ્લાે પંચાયત હેઠળ સંકલન કરી જીલ્લાો પંચાયતના હિસાબ સાથે વિકાસ કમિશ્નરશ્રીની કચેરીને મોકલવામાં આવે છે.
  • સરકારશ્રીમાંથી મળતી ગ્રાન્ટ /અનુદાનોની ફાળવણી તથા તેના યુ.ટી.સી. મોકલવા સંકલનની કામગીરી કરવામાં આવે છે.
  • આંતરિક અન્વેાષણ શાખા હેઠળ તાલુકા તથા જીલ્લાાના હુકમો/બિલોની પૂર્વ ચકાસણીની કામગીરી તથા સ્થાશનીક હિસાબ, એજી કચેરી તેમજ અન્ય ઓડીટ એકમોની નોંધ પેરાના જવાબોના સંકલનની કામગીરી હાથ ધરવામાં આવે છે.
  • હિસાબ શાખા સમગ્ર જીલ્લાોની નાણાંકીય અંકુશની કામગીરી તથા તેના સંકલનની કામગીરી બજાવે છે.
  • તાલુકા પંચાયત કચેરી તરફ નિવૃત્ત થતા કર્મચારીઓના પેન્શનન કેશ તથા ઉચ્ચ તર પગાર ધોરણના કેસોની ચકાસણી કરી મોકલવાની કામગીરી.