×

શાખાની કામગીરી

  • ડીસીઝ કંટ્રોલીંગ, ડીસીઝ મોનીટરીંગ અને ચેપી રોગચાળાના નિયંત્રણ (Out break of Disease) તેમજ આર.પી. સર્ચ એન્‍ડ સર્વેલન્‍સ કામગીરી જિલ્લા કક્ષાએ વર્ષ દરમ્‍યાન કરવામાં આવે છે.
  • જિલ્લાના પશુધનને ઈમ્‍યુનાઈઝેશન પ્રોગ્રામમાં આવરી લઈ, એચ.એસ., ખરવા-મોવાસા તથા બ્રુસેલોસીસ રસીકરણ કામગીરીનું આયોજન.
  • પશુ સંવર્ધન નીતિ (Breeding Policy) જાળવી જિલ્લામાં સઘન કૃત્રિમ બીજદાન કામગીરી કરાવવામાં આવે છે.
  • વિસ્‍તરણ સેવા હેઠળ પશુ ઉત્‍પાદકતા વૃદ્ધિ શિબિર, પશુ સંવર્ધન પ્રશિક્ષણ શિબિર (રાજ્‍ય તથા કેન્‍દ્ર પુરુસ્‍કૃત) તથા વિસ્‍તરણ ઝુંબેશ સહ ફિલ્‍મ શો, ગ્રામસભા, ચર્ચા સભા, રાત્રિસભાઓનું આયોજન કરી, પશુપાલન પ્રવૃત્તિઓનો વ્‍યાપ વધારવાની કામગીરી.
  • ૨૦ મુદ્દા અમલીકરણ કાર્યક્રમ હેઠળની યોજનાઓ જેવી કે બકરા યુનિટ, ચાફકટર તથા હેલ્‍થ પેકેજ વગેરે તેમજ ખાતાકીય લક્ષ્યાંકની શત પ્રતિશત અમલવારી.
  • નિષ્‍ણાત તજજ્ઞ તરીકે તાલીમ-વ્‍યાખ્‍યાન પ્રદાન કામગીરી.
  • ખાતાકીય ગ્રાન્‍ટની જોગવાઈ, ફાળવણી તથા હિસાબનીય સંલગ્ન તમામ કામગીરી.
  • જિલ્લા પંચાયત સ્‍વભંડોળ હસ્‍તકની ગ્રાન્‍ટ વપરાશ, સુધારેલ / આગામી વર્ષનું અંદાજપત્ર સંલગ્ન કામગીરી.
  • જિલ્લા પંચાયત સ્‍વભંડોળ હેઠળની આધુનિકરણ / નવી યોજનાઓનું અમલીકરણ તથા અનુવર્તી કામગીરી.
  • જિલ્લા હેઠળના તાલુકાના લાયઝનીંગ કામગીરી જેમાં યોજનાકીય-વહીવટી નિરીક્ષણ, ગ્રામસભા, સ્‍વર્ણિમ ગુજરાત તથા ગુણોત્‍સવ જેવા કાર્યક્રમોના અમલીકરણની કામગીરી.
  • જિલ્લા કક્ષાના રાષ્‍ટ્રીય કાર્યક્રમ જેવા કે, પોલિયો રસીકરણ, ચૂંટણી પ્રક્રિયા કામગીરી તથા રાજ્‍ય સરકારના કન્‍યા કેળવણી, શાળા પ્રવેશોત્‍સવ, કૃષિ મહોત્‍સવ તથા પશુ આરોગ્‍ય મેળા વગેરેની કામગીરી.
  • માન. જિલ્લા વિકાસ અધિકારીશ્રી / માન. પશુપાલન નિયામકશ્રી / માન. વિભાગીય સંયુક્‍ત પશુપાલન નિયામકશ્રી : ઉપરી અધિકારીશ્રી સોંપે તે તમામ કામગીરી.