×

પ્રસ્‍તાવના

આદિકાળથી માણસ મુખ્યત્વે બે આર્થિક પ્રવૃત્તિઓ કરતો આવ્યો છે. જેમા એક ખેતી અને બીજુ પશુપાલનનો વ્યવસાય છે આમ જોઇએ તો પશુપાલન આગવો વ્યવસાય પણ છે અને ખેતીનો પૂરક વ્યવસાય પણ છે માનવીને ક્યારેય પણ પશુથી અલગ કરી શકાય નહિ. અને તેથી પશુને પશુધન એવુ નામ આપવામાં આવેલુ છે. કેટલાક પશુ ખેતી સાથે સંકળાયેલા છે. કેટલાક વાહન વ્યવહાર સાથે તો કેટલાક પશુઓ પાસેથી સીધેસીધી આવક પણ મળી શકે છે.

પશુ છે તો દુધ, દહી, ઘી, માખણ વગેરે છે. ટુંકમાં ડેરી વ્યવસાય પશુને આભારી છે. ઘોડો, ખચ્ચર, ઉંટ અને બળદ જેવા પ્રાણીઓ વાહન વ્યવહારમાં જોતરાયેલા છે. બળદ ખેતી સાથે જોડાયેલોછે. મરઘા, બતક ઉછેર એ પણ એક આગવો વ્યવસાય છે અને  છેલ્લે આ બધા જ પ્રાણીઓ કતલખાને મોકલી દેવાય છે. અને તે પણ એક વ્યવસાયનો ભાગ છે અને ચર્મ ઉદ્યોગ પણ આ પશુઓને આભારી છે. આમ માણસની દરેક પ્રવૃત્તિઓમાં પશુધન આગવુ સ્થાન ધરાવે છે.