×

મલેરીયા અંગે જાગૃતિ

મેલેરીયા અંગે જન જાગૃતિ અન્વયે મોરબી જિલ્લામાં વિવિધ આઇ.ઇ.સી પ્રવૃતિ હાથ ધરવામાં આવેલ છે. જેવી કે ગ્રામ્ય લેવલે શીબીર, સ્કોલ મેસેજ,ભીંતસુત્રો, પત્રિકાઓ, પ્રદર્શન નિદર્શન સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા કે ભવાઇ, નાટક, પપેટશો તથા ડાયરોનું આયોજન કરવામાં આવે છે.

તા. ૨૫ મી એપ્રિલના રોજ વિશ્વ મેલેરિયા દિવસ તથા તા. ૧૬ મેના રોજ નેશનલ ડેન્ગ્યુ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

જુન માસ મેલેરીયા વિરોધી તથા જુલાઇ ડેન્ગ્યુ વિરોધી માસ તરીકે ઉજવવામાં આવે છે માસ દરમ્યાન વાહકજન્યરોગો વિશે લોક જાગૃતિ અંતર્ગત વિવિધ સ્લોગનો લોકલ ચેનલ પર પ્રસારીત કરવામાં આવેલ, દૈનિક સમાચાર પત્રોમાં લોક જાગૃતિ અંગેની જાહેરાત આપવામા આવે છે. પ્રા.આ.કેન્દ્ર વિસ્તારની તમામ સ્કુલોમાં ખાસ કરીને બાળકોમાં જાગૃતિ આવે તે હેતુથી વિવિધ સ્પર્ધાઓ વકૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા તથા ક્વિઝનું આયોજન કરવામાં આવે છે. પ્રા.આ.કેન્દ્ર વિસ્તારના ગામોમાં વાહકજન્યરોગ વિશે લોકજાગૃતિ અર્થે લધુ તેમજ ગુરૂ શિબિરોનું આયોજન કરવામાં આવે છે.