મોરબી જિલ્લામાં આવેલ તમામ પ્રા.આ.કેન્દ્રો ખાતે પુરુષ કર્મચારી. સ્ત્રી કર્મચારી તથા આશાઓ દ્રારા તેઓશ્રીને આપવામાં આવેલ લક્ષ્યાંક અનુસાર લોહીના નમુના લેવામાં આવે છે તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુહીક આરોગ્ય કેન્દ્રો તથા અર્બન હેલ્થ સેન્ટરો ખાતે આવેલ લેબોરેટરી ખાતે પણ લોહીના નમુના લેવામાં આવે છે સરકારશ્રીના અભિગમ ઝડપી નિદાન ત્વરીત અને સંપૂર્ણ સારવાર અન્વયે આ લોહીના નમુનાની બને તેટલી ઝડપથી તપાસ કરવામાં આવે છે. અને જો મેલેરીયા પોઝીટીવ જણાય તો સ્થળ પર જ રેડીકલ સારવાર આપવામાં આવે છે.. લેબોરેટરી ખાતે લેબોરેટરી ટેકનિશ્યન ધ્વારા માસ દરમ્યાન તપાસેલ લોહીના નમુનાના ૫ ટકા લોહીના નમુનાનું વિભાગીય કક્ષાએ ક્રોસચેક કરવામાં આવે છે.
લોહીનાં નમુના