×

શાખાની કામગીરી

મહેકમ શાખા દ્વારા મુખ્યત્વે નીચે મુજબની કામગીરી થાય છે.

 • જિલ્લા પંચાયતની શાખાઓ તથા તાબાની કચેરીઓમાં સેટ અપ (સરકારશ્રી દ્વારા મંજુર થયેલ નિયત જગ્યાઓ) મુજબની જગ્યાઓએ નાયબ ચીટનીશ, નાયબ તાલુકા વિકાસ અધિકારી,સીનીયર કલાર્ક(વહીવટ), વિસ્તરણ અધિકારી(પંચાયત), સર્કલ ઇન્સ્પેકટર, તલાટી કમ મંત્રી, જુનીયર કલાર્ક, ગુજરાતી ટાઇપીસ્ટ, અંગ્રેજી ટાઇપીસ્ટ, ટેલીફોન ઓપરેટર, ડ્રાયવરની જગ્યાઓ ભરવા સરકારશ્રીને દરખાસ્ત કરવી.
 • સરકારશ્રીની મંજુરીથી નિયમાનુસાર પસંદગી પામેલા ઉમેદવારોને સબંધિત સંવર્ગની જગ્યા પર નિમણુંક આપવી.
 • કર્મચારીની આંતર જિલ્લા ફેરબદલીની માંગણીની તથા પ્રતિનિયુકિતની દરખાસ્ત સરકારશ્રીને મોકલી આપવી તથા મંજુરી અન્વયે સબંધિતની બદલી કે નિમણુંકના હુકમો કરવા
 • ત્રિસ્તરીય પંચાયતોમાં ગ્રામ્ય કક્ષા, તાલુકા કક્ષા તેમજ જિલ્લા કક્ષાની કચેરીમાં નાયબ ચીટનીશ, નાયબ તાલુકા વિકાસ અધિકારી,સીનીયર કલાર્ક(વહીવટ), વિસ્તરણ અધિકારી(પંચાયત), સર્કલ ઇન્સ્પેકટર, તલાટી કમ મંત્રી, જુનીયર કલાર્ક, ગુજરાતી ટાઇપીસ્ટ, અંગ્રેજી ટાઇપીસ્ટ, ટેલીફોન ઓપરેટર, ડ્રાયવર સંવર્ગ, વર્ગ-૩ના કર્મચારીઓની સરકારશ્રીના નિયમો મુજબ બદલી કરવી
 • ઉપરોકત સંવર્ગના કર્મચારીઓની ભરતી નિયમો મુજબ બઢતી સબંધેની કાર્યવાહી કરી નિમણુંક કરવી
 • ઉપરોકત સંવર્ગના કર્મચારીઓની નિવૃત્ત્િા અને પેન્શન કેસ સબંધેની કાર્યવાહી કરવી
 • ઉપર જણાવેલ તાબાના તમામ સંવર્ગના કર્મચારીઓ ઉપર દેખરેખ અને નિયંત્રણની કાર્યવાહી કરવી
 • ઉપર જણાવેલ તાબાના તમામ સંવર્ગના કર્મચારીઓ સામેની ફરીયાદ અન્વયે નિયાનુસારની શિક્ષાત્મક કાર્યવાહી
 • સરકારશ્રી તરફથી વખતોવખત બહાર પાડવામાં આવતા કર્મચારીઓને લગતા જાહેરનામા,  પરિપત્રો, ઠરાવો વિગેરેનો અમલ કરવો અને અમલ કરાવવાની કામગીરી
 • વર્ગ-૩ના કર્મચારીઓની લાંબા સમયગાળની રજા તથા તાલુકા વિકાસ અધિકારીશ્રી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રીની રજા મંજુરી વિષયક કાર્યવાહી કરવી
 • શ્રેયાનયાદી બહાર પાડવી