×

શાખાની કામગીરી

પંચાયતોને સહકારી કાયદાની કેટલીક સત્તાઓ સુપ્રત કરવામાં આવેલ છે. જે પૈકી મંડળીઓની નોંધણી મુખ્‍ય છે. સામાન્‍યતઃ પંચાયતની સત્તાઓ સામાન્‍ય સભા જાતે અથવા તેણે નિમેલ સમિતિ ભોગવતી હોય છે. જિલ્લા પંચાયતમાં સહકાર શાખામાં નિમાયેલ અધિકારી/ કર્મચારી મારફત જિલ્લામાં ગ્રામ્‍ય વિસ્‍તારની સહકારી મંડળીઓની નોંધણી કરવી, નવી સહકારી મંડળીઓની શકયતા તપાસવી, મંડળીઓનું એકત્રીકરણ, વિભાજન, રૂપાંતર, તેમજ ફડચા મંડળીની પુર્નજીવિત કરવાની કામગીરી તેમજ નોંધાયેલ મંડળીના પેટા નિયમો સુધારાની દરખાસ્‍ત અંગે નિર્ણય કરવા અને ગ્રામ્‍ય કક્ષાની મંડળીઓની મુલાકાત/ તપાસણી દ્વારા નિયંત્રણ રાખવું.