×

પ્રસ્‍તાવના

ભારતના બંધારણમાં પ્રાથમિક શિક્ષણ મફત અને સાર્વત્રિક પુરુ પાડવાની જવાબદારી રાજય સરકારની છે પંચાયતી રાજ અમલમાં આવ્યા બાદ પ્રાથમિક શિક્ષણની જવાબદારી પંચાયત ને સુપ્રત થયેલ છે જેમા પંચાયત ધારો અને મુબઈ પ્રાથમિક શિક્ષણ ધારામા કરવામાં આવેલ જોગવાઈઓ મુજબ જિલ્લા ની પ્રાથમિક શાળાઓનુ સંચાલન જિલ્લા શિક્ષણ સમિતિ, આ જીલ્લા ઘ્વારા કરવામાં આવે છે. આ અંગે રાજય સરકાર ઘ્વારા પ્રાથમિક શિક્ષણ ને લગતી જે નીતી નકકી કરવામાં આવે છે તેનો યોગ્ય અમલ કરવો અને તે અંગે જરૂરી સુચનો તથા માર્ગ દર્શન પુરુ પાડવુ સરકાર તરફથી ફાળવામા આવતા અનુદાન ઉપર નિયત્રણ તેના ખર્ચ .હિસાબ, વહિવટ અને ભૌતિક સિઘ્ધીઓ વગેરેની નિયત્રણ તેમજ રાજય સરકારની યોજનાઓનુ અમલીકરણ શાળાઓની ભૌતિક સગવડતાઓ શિક્ષકો,નિરીક્ષકો અને સર્વશિક્ષા અભિયાનની કામગીરીનુ મુલ્યાકન અને. સુપરવિઝનની કામગીરી આ સમિતિ ઘ્વારા કરવામાં આવે છે.

મુખ્ય કામગીરી પ્રાથમિક શાળામા ૧૦૦% નામાકન, સ્થાયીરણ અને સારી ગુણવાતા વાળુ શિક્ષણ પુરુ પાડવુ અને આ માટે જરૂરી તમામ કાર્યવાહિ નિયામકશ્રીની સુચના પ્રમાણે કરવાની રહે છે.