અ.નં. | વિગતો | |
---|---|---|
૧ | યોજનાનું નામ / પ્રકાર | બાળ સખા યોજના-૩ |
ર | યોજનાનું નાણાંકીય સ્ત્રોત | ગુજરાત રાજય |
૩ | યોજનાના લાભાર્થીની પાત્રતાના માપદંડ | હાઇ પ્રાયોરીટી તાલુકા ના ભૌગોલીક વિસ્તારમાં વસવાટ કરતા અને જન્મ સમયે ઓછા વજન સાથે જન્મેલ (૧.પ. કિ.ગ્રા. અને તેના કરતાં ઓછા) તમામ નવજાત શિશુઓ (૦ થી ર૮ દિવસ સુધીના). |
૪ | યોજના અંતર્ગત સહાય / લાભ |
બર્થ એસ્ફેકસીયા મેકોનીયમ એસ્પીરેશન સીન્ડ્રોમ રેસ્પીરેટરી ડીસ્ટ્રેસ સીન્ડ્રોમ સેપ્સીસ/મેનીન્જાઇટીસ લેબ ટેસ્ટ ધ્વારા કન્ફોર્મ થયેલ નવજાત શિશુ મેટાબોલીક કોમ્પલીકેશન જેવા કે હાઇપોગ્લાયસેમીયા, હાઇપોકેલ્શેમીયા, હાઇપરનેટ્રેમીયા વગેરે (તમામ સેવાઓ નિઃશુલ્ક આપવાની રહેશે.)કુલ ૧૦ નવજાત શિશુની સારવાર દીઠ (૧ બાળક દીઠ રૂા.૩પ,૦૦૦/- પ્રમાણે) કુલ રૂા.૩,પ૦,૦૦૦/- મુજબ બાળરોગ નિષ્ણાંતને મળવાપાત્ર રહેશે.અને ૧૦ કેસના ગુણાંકમાં તેઓને જે તે જીલ્લાની મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી/કોર્પોરેશનની મેડીકલ ઓફીસર ઓફ હેલ્થની કચેરીમાંથી બીલ મંજુર કરાવવાનું રહેશે. |
પ | યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતી | નકકી કરેલ હાઇ પ્રાયોરીટી તાલુકામાં જન્મ સમયે ઓછા વજન સાથે જન્મેલ (૧.પ. કિ.ગ્રા. અને તેના કરતાં ઓછા) તમામ નવજાત શિશુઓ (૦ થી ર૮ દિવસ સુધીના)કે જેની પાસે વતન સ્થળનો આધાર પુરાવો હોય અથવા હાઇ પ્રાયોરીટી તાલુકાના તાલુકા હેલ્થ અધિકારીશ્રી દ્વારાપ્રમાણિત થઇ આવેલ હોય તેવો પુરાવો. |
૬ | યોજનાનો લાભ કયાંથી મળશે | જિલ્લામાં જોડાયેલ ખાનગી બાળરોગ નિષ્ણાંત/તબીબી ક્ષેત્ર કામ કરતી સ્વૈચ્છિક સંસ્થાઓ/રાજયનું અનુદાન મેળવતી તબીબી સંસ્થાઓ કે જેમની પાસેથી NICU Level-2 અથવા Level-3NICU સંબંધિત સેવાઓ ઉપલબ્ધ હોય તેવી સંસ્થાઓ બાળરોગ નિષ્ણાંત તબીબો પાસે. |
અ.નં. | વિગતો | |
---|---|---|
૧ | યોજનાનું નામ / પ્રકાર | આયુષ્માન ભારત –પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના |
ર | યોજનાનું નાણાંકીય સ્ત્રોત | ગુજરાત રાજય |
૩ | યોજનાના લાભાર્થીની પાત્રતાના માપદંડ | આ યોજના હેઠળ સામજીક, આર્થીક અને જાતિ આધારીત સર્વેક્ષણ ૨૦૧૧ અંતર્ગત નોંધાયેલ ગ્રામ્ય અને શહેરી વિભાગના નો સમાવેશ. ગ્રામ્ય વિભાગના લાભાર્થી પરિવારો: -નોંધાયેલા લક્ષ્યાકિત પરિવારો, જે D1, D2, D3, D4, D5 અને D7 માંના છ વંચીત માપદંડમાંના એક છે, જેવા કે : - કાચા દિવાલો અને કાચા છત સાથે માત્ર એક ઓરડો હોય તેવા પરિવાર (D1)., ૧૬ થી ૫૯ વર્ષની વચ્ચે કોઈ વયસ્ક સભ્ય ન હોય તેવા પરિવાર (D2)., ૧૬ થી ૫૯વર્ષની વય વચ્ચે કોઈ પણ પુખ્ત વયના પુરૂષ સભ્ય ન હોય અને મહીલા ઘર ચલાવતી હોય તેવા પરિવાર (D3).,અપંગ સભ્ય અને કોઈ પુખ્ત સક્ષમ સભ્ય ન હોય તેવા પરિવાર (D4). એસ.સી/એસ.ટી પરિવારો (D5)., જે જાતે પરચુરણ મજૂરી કરી તેમની આવકનો મોટો હીસ્સો કમાતા હોય તેવા ઘર વિનાના પરિવારો (D7).આપોઆપ સમાવેશ થાય તેવા આશ્રય વિનાના પરિવારો (Automatically included Households without shelter): -o નિરાધાર/જે ભીક્ષા માંગીને જીવન ગુજારતા હોય તેવા પરિવારો. સફાઇ કામદારના પરિવારો.,આદિમ આદિજાતી જૂથો(Primitive Tribal Group).કાયદાકીય રીતે બંધાણથી છુટા પડેલા મજૂરો(Legally released bonded Labour). શહેરી વિભાગના વ્યવસાયિક કેટેગરીના કામદારો(Occupational Categories of Workers for Urban): - રેગ પીકર(Rag Picker). ભિક્ષુક, ફેરીયા/મોચી/હોકર/રસ્તાઓ પર કામ કરનાર અન્યસભ્યો, બાંધકામકામદાર/પ્લમ્બર/કડીયા/મજૂર/પેઇન્ટર/વેલ્ડર/ચોકીદાર/કુલી અને અન્ય હેડ લોડ વર્કર,સફાઈ કામદાર/ સેનિટેશન વર્કર/માળી, ઘર આધારીત કાર્યકર/કારીગર/હસ્તકલા કાર્યકર/દરજી, પરિવહન કાર્યકર/ડ્રાઇવર/ કન્ડકટર/વાહન ચલાવવા માટે સહાયક અને કન્ડકટર/કાર્ટપુલર/ રીક્ષાપુલર, દુકાનમાં કામદાર/ આસીસ્ટન્ટ/નાની સંસ્થામાં પટાવાળા/મદદગાર/ડિલિવરી સહાયક/ એટેન્ડન્ટ/વેઇટર, ઇલેકટ્રીશન/મિકેનીક/એસેમ્બલર/સમારકામ કાર્યકર. ધોબી/ચોકીદાર. • કુટુંબની વ્યાખ્યામાં કોઇ પણ મર્યાદા વગર તમામ સભ્યોને લાભ. |
૪ | યોજના અંતર્ગત સહાય / લાભ | વાર્ષિક રૂા.પ લાખ સુધીની સારવાર યોજના હેઠળ નોંધાયેલ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં મફત સારવાર આરોગ્ય વિમા કવચ |
પ | યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતી | સૌ પ્રથમ લાભાથીનું નામ અને તેમના કુટુંબના સભ્યોના નામ નિયત માપદંડો ધરાવતા સામજીક, આર્થીક અને જાતિ આધારિત સવેક્ષણ ૨૦૧૧ની યાદીમાં હોવું જરૂરી છે. • લાભાથીએ પોતાનાં આધાર કાર્ડ, ઇ-કાર્ડ, “મા” અથવા “મા વાત્સલ્ય” કાર્ડમાંથી કોઇ પણ એક કાર્ડ અને પોતાનું રાશન કાર્ડ સી.એચ.સી. તેમજ યોજના સાથે સંકળાયેલ હોસ્પિટલે લઇ જવાનું રહેશે. • હોસ્પિટલ કક્ષાએ પ્રધાનમંત્રી આરોગ્યમિત્રને ઉકત દસ્તાવેજ બતાવાના રહેશે. • લાભાથી દ્વારા રજુ કરેલ દસ્તાવેજોનાં આધારે પ્રધાનમંત્રી આરોગ્યમિત્ર સંપૂર્ણ ઓળખની ઓનલાઇન ખરાઇ મેળવશે અને ત્યાર બાદ ઇ-કાર્ડ આપશે. • ખરાઇ થયા પછી લાભાથી યોજના સાથે જોડાયેલ હોસ્પિટલોમાં વિના મુલ્યે સારવાર મેળવી શકશે |
૬ | યોજનાનો લાભ કયાંથી મળશે | આ યોજના હેઠળ સરકારી તેમજ નોંધાયેલ ખાનગી હોસ્પિટલોમાં સંબંધિત સેવાઓ ઉપલબ્ધ હોય તેવી સંસ્થાઓ. |