×
સિંચાઇ શાખા

પ્રસ્‍તાવના

જીલ્‍લા પંચાયત સિંચાઇ વિભાગ દ્વારા જીલ્‍લામાં નાની સિંચાઇના કામો જેવા કે નાની સિંચાઇ યોજનાઓ ઉદવહન સિંચાઇ યોજના અનુશ્રવણ તળાવો ચેકડેમ યોજનાઓ અછતમા થયેલ તળાવોને વેસ્‍ટ વીયર વ્‍યવસ્‍થિત પાળા બનાવી સલામત તબક્કે લાવવાના કામો બાંધવા તથા તેના મરામત અને જાળવણી કરવી વિગેરે કામગીરી હાથ ધરવામાં આવે છે. આ વિભાગ હેઠળ સમગ્ર જીલ્‍લાના નાની સિંચાઇના કામોને લગતા પ્રાથમિક અહેવાલ મોજણી સંશોધન નકશા અંદાજ પત્રકો બનાવવા બાંધકામ તેના મરામત અને જાળવણીની કામગીરી તથા કુદરતી આફતો જેવી કે પુર હોનારત વાવાઝોડું અછત રાહત કે ભુકંપ સમયે તાકીદની કામગીરી તાત્‍કાલીક મરામતની કામગીરી વગેરે હાથ ધરી પૂર્ણ કરવામાં આવે છે.