×

શાખાની કામગીરી

મેલેરિયા શાખા દ્વારા વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, ફાઈલેરિયા રોગ નિયંત્રણ અટકાયતી પગલાંના ભાગ રૂપેનીચે મુજબની કામગીરી કરવામાં આવે છે.

  • રોગ અટકાયત અને નિયંત્રણની કામગીરી
  • પોઝીટીવ કેસોની સંપૂર્ણ સારવાર
  • દર મંગળવારે ટાંકી- ગઢીમાં પોરાનાશક દવા આશા દ્વારા નાખવામાં આવે છે.
  • મચ્છરના પોરાની શોધ અને પોરાનાશક કામગીરી જેવી કે કેમીકલ લાર્વીસાઈડ, બળેલું ઓઈલ નાખવાની કામગીરી.
  • કાયમી પાણી ભરાઈ રહેતા સ્થળોમાં જૈવિક નિયંત્રણના ભાગ રૂપે પોરા ભક્ષક માછલીઓ મુકવામાં આવે છે
  • મચ્છર ઉત્પત્તિ નિયંત્રિત કરવા જનસમુદાયની મચ્છરદાની દવાયુકત કરવાની કામગીરી તેમજ સરકારશ્રીનાં નિયમ અનુસાર અલગ તારવેલા ગામોમાં જંતુનાશક દવા છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવે છે.
  • રોગચાળાની પરિસ્થિતિમાં વાહક મચ્છરોનો તાત્કાલિક નાશ કરવા રાસાયણિક ધુમાડો કરવો (ફોગીંગ) વિગેરે કામગીરી હાથ ધરવામાં આવે છે.
  • ઉપરાંત નીચેની કક્ષાએથી તમામ કામગીરીના રિપોર્ટ એકત્રિત કરવા તથા તેના રિવ્યુ કરી જરૂરી માર્ગદર્શન આપવું તેમજ રાજય કક્ષાએ રિપોર્ટ સાદર કરવા તેમજ રાજય કક્ષાએથી આવેલ સુચના અને માર્ગદર્શનની અમલવારી કરવી.