×

પ્રસ્‍તાવના

આઝાદી પુર્વે ભારતમાં મેલેરિયા એ ખૂબ જ મોટી સમસ્યા હતી. ભારતમાં લગભગ ૭૫ મીલીયન મેલેરિયાના કેસો નોંધાયેલ, જેમાંથી ૦.૮ મીલીયન લોકોના મેલેરિયાથી મરણ થયેલ. આટલી ગંભીર પરિસ્થિતિ જોઈ ભારત સરકારે NMCP (નેશનલ મેલેરિયા કંટ્રોલ પ્રોગ્રામ) અમલમાં મુક્યો. ૧૬૫.૫ મીલીયન લોકોને જંતુનાશક દવાના હેઠળ આવરી લઈ જનસમુદાયમાં રોગનું પ્રમાણ અને મરણ ખૂબજ નીચે લઈ જવામાં આવ્યું. આ પ્રોગ્રામને ખૂબ જ સફળતા મળવાથી ભારત સરકારશ્રીએ ૧૯૫૮માં મેલેરિયા નાબૂદી કાર્યક્રમ (મેલેરિયા ઈરેડીકેશન પ્રોગ્રામ) ચાલુ કર્યો. આ કાર્યક્રમને મોટી સફળતા મળી જેમાં મેલેરિયા કેસોમાં મોટો ઘટાડો નોંધાયેલ, મેલેરિયા કેસોનું પ્રમાણ ૦.૧ મીલીયન નોંધાયેલ અને મેલેરિયાથી મરણનો એકપણ કેસ નોંધાયેલ ન હતો. પરંતુ ત્યાર બાદ ફોકલ આઉટબ્રેક (મેલેરિયનો રોગચાળો) થવાના કારણે મેલેરિયાના કેસોમાં વધારો થયો સાથેસાથે ઝેરી મેલેરિયાના કેસોમાં કોરોક્વીન દવા તથા વાહક મચ્છરોમાં જંતુનાશક દવાની રોગ પ્રતિકારકતા આવવાના કારણે ભારત સરકારે ૧૯૭૭માં મોડીફાઈડ પ્લાન ઓફ ઓપરેશન નામનો નવો પ્લાન અમલમાં મુક્યો. જેના ૩ મુખ્ય ધ્યેય નક્કી કરવામાં આવ્યા. (૧) ત્વરીત નિદાન સંપૂર્ણ સારવાર (૨) વાહક મચ્છરનું નિયંત્રણ (૩) જનજાગૃતિ અને લોકોની આ કાર્યક્રમમાં સામેલગીરી. જેનાથી મેલેરિયાના કેસોમાં નોંધ પાત્ર ઘટાડો કરી શકાયો. આ કાર્યક્રમને વધુ અસરકારક બનાવવા માટે દેશના ભાગો કે જ્યાં મેલેરિયાનો ફેલાવો વધારે છે ત્યાં મેલેરિયા નિયંત્રણ ઉન્નત કાર્યક્રમ (EMCP) શરૂ કરવામાં આવ્યો.

મેલેરિયા નિયંત્રણ કાર્યક્રમને ૨૦૦૨માં રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ આવરી લઇ મચ્છરથી ફેલાતા વાહકજન્ય રોગો જેવા કે મેલેરિયા, ડેન્ગ્યુ,ચિકુનગુનીયા, હાથીપગો જેવા વિવિધ રોગોને એક છત્રી હેઠળ આવરી લેવામાં આવ્યા.

માન. ભારત સરકાર ધ્વારા એલીમીનેશન મેલેરિયા મુજબ સમગ્ર દેશમાં વર્ષ ૨૦૨૪ સુધીમાં એન્યુઅલ પેરસાઇટીક ઇન્સીડન્સ (API) બેથી નીચે લઇ જવાનો અને વર્ષ ૨૦૨૦માં ગુજરાતના દરેક જિલ્લા/કોર્પોરેશનનો એન્યુઅલ પેરસાઇટીક ઇન્સીડન્સ (API) એકથી નીચે લઇ જવો તેમજ ૨૦૨૭ સુધીમાં સમગ્ર દેશ ઇન્ડીજીનીયસ મેલેરિયા કેસીસ અને મરણ શુન્ય કક્ષાએ લઇ જઇ તે પછીના ત્રણ વર્ષ (૨૦૩૦) સુધી જાળવી રાખવાનો લક્ષ્યાંક આપવામાં આવેલ છે.