×

પ્રસ્‍તાવના

જીલ્‍લા કક્ષાએ પંચાયત શાખાએ ખૂબ જ મહત્‍વની શાખા ગણાય છે. જીલ્‍લા પંચાયત હસ્‍તકની તમામ કામગીરીઓ પંચાયત શાખાના સંકલનથી થાય છે. ટુંકમાં કહીએ તો પંચાયત શાખા સમગ્ર જીલ્‍લાના વહીવટ ઉપર પકકડ ધરાવે છે. આ ઉપરાંત જીલ્‍લા હસ્‍તકના તમામ તાલુકાઓના વહીવટ ઉપર પણ નજર રાખે છે. આ ઉપરાંત તાલુકા પંચાયતના પ્રમુખો, ઉપ પ્રમુખો, સભ્‍યો, સરપંચો વિગેરેની વહીવટી કામગીરી આ શાખા મારફતે થાય છે. સ્‍ટેમ્‍પ ડયુટી, પંચાયત ઘર, દબાણ, તાલીમ, ગામ પંચાયતનું વિભાજન, મહેસુલી ગ્રાંટ, સિંચાઇ, નિધિ જેવી ઘણીબી કામગીરીઓ આ શાખા હસ્‍તક હોય છે. તદઉપરાંત જે કામગીરી અન્‍ય કોઇ શાખાને ફાળવવામાં આવી ન હોય તેવી કામગીરી પણ આ શાખા સંભાળે છે. આમ સમગ્ર તંત્રને પંચાયત શાખા કાર્યરત રાખે છે.